“સ્વ” નો નહિ. “સૌ” નો વિકાસ અને વિશ્વાસ એટલે સહકાર
શ્રી અર્બુદા કો.ઓપ. ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ સોસાયટી લી. મહેસાણાની સ્થાપના હરદેસણના સ્વ.શ્રી બાબુભાઈ એલ. ચૌધરી દ્વારા ૧૯૯૩માં કરવામાં આવી. આ સોસાયટીનો મુદ્રાલેખ છે “સ્વ”નો નહિ. “સૌ” નો વિકાસ અને વિશ્વાસ એટલે સહકાર. આ સોસાયટી આપણા સમાજના આર્થિક રીતે નબળા લોકોને આર્થિક સહયોગ આપીને પગભર કરવા તથા સામાજિક પરિવર્તન માટે કાર્ય કરી રહી છે. વર્તમાનમાં સોસાયટીની મુખ્ય શાખા કાર્યરત છે. ૨૦૨૩-૨૦૨૮ દરમિયાન એક શાખા શરૂ કરવાની યોજના છે.
આ માટે આ સોસાયટીનો ત્રિ-આયામી કાર્યક્રમ છે.
- ૧. ‘વ્યક્તિ ઉત્કર્ષ દ્વારા પરિવાર ઉત્કર્ષ’
- ૨. ‘પરિવાર ઉત્કર્ષ દ્વારા ગામ ઉત્કર્ષ’
- ૩. ‘ગામ ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર ઉત્કર્ષ’ એટલે કે રાષ્ટ્રને પરમ વૈભવશાળી બનાવવું’
શ્રી અર્બુદા કો.ઓપ. ક્રેડીટની વિશેષતાઓ
- ગુજરાતની સર્ટીફાઈડ સોસાયટી
- સોસાયટી સાથે જોડાયેલ ૨૫૦૦૦ થી વધારે પરિવારો
- સભાસદોની આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારની ધિરાણ યોજનાઓ
- આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બચત માટે પ્રેરવા વિવિધ પ્રકારની થાપણ યોજનાઓ
- શરૂઆત થી જ ઓડિટ વર્ગ ‘અ’ તથા ‘શૂન્ય’ એન.પી.એ
- સભાસદોને એકદમ વ્યાજબી વ્યાજના દરે રૂ. ૧.૫ લાખ થી રૂ. ૬.૦ લાખ સુધીનું ધિરાણ
- સ્થાપના સમયથી જ નફો તથા સભાસદોને ૧૨% ડીવીડન્ડ
- સોસાયટી સાથે નાણાંકીય વ્યવહાર માટે SMS સુવિધા
- લોનના હપ્તા નિયમિત ભરનારને વ્યાજમાં રાહત